જય સોનલ માં ની એક કડી ઝલક 🙏

 



🪴સોનબાઇ,સોનબાઇ માડી ધીગોધણી રે🪴


✋[ઢાળ: ઝાડવે ઝાડવે માળા નંખીયા રે]✋


 "દોહરો"

આભા મંડળ આટકી, કાટકીઅંકાસ વીજ

મઢડા વાળી માઇ ની, આવી સોનલ બીજ


ગામડે ગામડે સોનલ માં ના ગોખલા રે

સોરઠ માં બેઠી માં સોનલ સાક્ષાત્ 

સોનબાઈ,સોનબાઈ માડી ધીંગોધણી રે...(૨)


માડી અમે બાળ ભોળા તોરા બચલા રે

માફ કરો ભુલો આ ભવની માત 

સોનબાઈ,સોનબાઈ માડી ધીંગોધણી રે...(૨)


હે માડી તારો ભેળિયો દીપે ભરમાંડ માં રે...

કે ભેળિયા માં ઉગે સોનલ પ્રભાત

સોનબાઈ,સોનબાઈ માડી ધીંગોધણી રે...(૨)


હે માડી તોરા પરચા દેશ પરદેશ માં રે..

દુઃખ વેળા દોડી આવે તું મધરાત

સોનબાઈ,સોનબાઈ માડી ધીંગોધણી રે...(૨)


કાંઠા નો કવિ વિપીસિંહ માં વિનવે રે..

દુનિયા પર આવેલી ટાળો માં ઘાત

સોનબાઈ, સોનબાઈ માડી ધીંગોધણી રે...(૨)


✍️કવિ-V.P.SINH

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો